Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Gandhinagar
 

કારમાંથી વિદેશી દારૂની ૩૬૦ બોટલ પકડાઈ

 
Source: Bhaskar News, Gandhinagar   |   Last Updated 3:16 AM [IST](02/09/2010)
 
 
 
 
 
ગાંધીનગર પાસે આવેલા ચિલોડાથી ડભોડા જવાના માર્ગ પર આજે વહેલીસવારે પોલીસે પીછો કરીને કારમાંથી ૩૬૦ નંગ વિદેશી દારૂની બોટલો સાથે અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં રહેતા ગુલશન ઉર્ફે ગુડ્ડુ મંગલાણીની ધરપકડ કરી હતી. વિદેશી દારૂ અમદાવાદના બે બુટલેગરોને પહોંચાડવાનો હતો.

હિંમતનગર હાઇ-વે પરથી આજે વહેલીસવારે વિદેશી દારૂ ભરેલી કાર આવવાની હોવાની બાતમીને આધારે ડભોડા પીએસઆઇ કે.એમ.પ્રિયદર્શીએ ચિલોડા ચાર રસ્તા પાસે નાકાબંધી ગોઠવી હતી. પરંતુ વિદેશી દારૂ ભરેલી કાર પોલીસની નાકાબંધી તોડીને ચિલોડાથી ડભોડા જવાના માર્ગ પર ભાગ્યો હતો.

ડભોડા પોલીસના કો.ઇશ્વરભાઇ, બાબુલાલ અને હે.કો. રાજેન્દ્રરસિંહે ડભોડા ત્રણ રસ્તા પાસે વિદેશી દારૂ ભરેલી કાર આંતરી હતી અને કારમાં બેઠેલા ડ્રાઇવર ગુલશન ઉર્ફે ગુડ્ડુ મંગલાણીને પકડી લીધો હતો. ગાડીમાંથી પોલીસે ૩૦ અલગ અલગ પેટીમાં ભરેલો ૩૬૦ નંગ વિદેશી દારૂની બોટલો પકડી હતી. વિદેશી દારૂની હેરાફેરી કરતા પકડાયેલો ગુલશન ઉર્ફે ગુડ્ડુએ પોલીસને જણાવ્યું હતું કે, ઇડર-વિજયનગર વચ્ચેથી વાઘજી રબારી, હરજી અને અવતારસિંગ નામની વ્યક્તિઓએ તેને વિદેશી દારૂ ભરીને આપ્યો હતો.

આ દારૂ અમદાવાદમાં સોનુ ઉર્ફે ગુડ્ડુ શંકરલાલ સિંધી અને તેના ભાઇ રાજા શંકરલાલ સિંધીને પહોંચાડવાનો હતો. પરંતુ તે પહેલા જ ડભોડા પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર પકડી પાડી હતી. પોલીસે રૂ.૧,૩૦,૮૦૦નો વિદેશી દારૂ અને આઇ-૨૦ કાર મળી કુલ રૂ.૫,૩૧,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ગુલશન ઉર્ફે ગુડ્ડુ પાસેથી મોબાઇલ પણ જપ્ત કર્યો છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 2


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.