. આગામી સમયમાં લોકસભામાં પસાર થનાર કોમન સિવિલ કોડ અંગે છેલ્લા કેટલાક સમયથી વિવિધ મતમતાંતર વ્યાપ્યા છે. ત્યારે સામાન્ય આચાર સંહિતાના મુદે વિશ્વવેદાંતી પરિષદ દ્વારા સોમવારે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં કોમન સિવિલ કોડ (સામાન્ય આચાર સંહિતા)નું બિલ પસાર કરી કાયદાનો અમલ કરાવવા, વેદાંત સંસ્કૃતિની રક્ષા કરવા,ભારતમાં થઇ રહેલા સંપ્રદાયીકરણને રોકવા વગેરેની માગણી કરાઇ હતી. આવેદનપત્ર આપતી વેળા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ વાસુબેન પરમાર, વજિયકુમાર ચૈહાણ,પંચમહાલ જિલ્લા ક્ષત્રિય સેવા મંડળના ઇન્દ્રવદન સુથાર ,પારુલ પરમાર વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતાં.