Advertisement
Home >> Madhya Gujarat >> Panchalmahal-Dahod >> Jalod >> ઝાલોદ તાલુકામાં જાતિ આધારિત વસ્તી ગણતરીની કામગીરી ખોરંભે

ઝાલોદ તાલુકામાં જાતિ આધારિત વસ્તી ગણતરીની કામગીરી ખોરંભે

ભાસ્કર ન્યૂઝ. ઝાલો | Jan 22, 2012, 04:03AM IST
 
 

રાજ્યમાં સામાજિક અને જાતિ આધારિત વસ્તી ગણતરી તા.૧૬ જાન્યુઆરીથી ૨૮ ફેબ્રુઆરી થનાર છે. જેના ભાગરૂપે ઝાલોદ તાલુકામાં પણ કામગીરી શરૂ થનાર હતી. પરંતુ આજ દિન સુધી કામગીરી શરૂ થયેલ નથી. અને હજુ એક સપ્તાહ સુધી કામગીરી શરૂ થાય તેમ નથી. કામગીરીમાં જોતરાયેલા શિક્ષકોને દરરોજ ધરમધક્કા ખાવા પડે છે

જેથી શિક્ષણની કામગીરી પણ થતી નથી અને બાળકોનો અભ્યાસ પણ બગડે છે.

જાતિ આધારિત વસ્તી ગણતરીની કામગીરીમાં સરકાર તરફથી ખાનગી કંપનીને સોંપવામાં આવેલ છે. ઝાલોદ તાલુકામાં પણ ખાનગી કંપની દ્વારા કોમ્પ્યૂટર ઓપરેટરોની ભરતી કરવામાં આવી છે અને આ કામગીરીમાં ટેબલેટ કોમ્પ્યૂટરનો ઉપયોગ કરવાનો છે. કમ્પ્યૂટરને લગતી તમામ કામગીરી ભેલ કંપનીએ કરવાની છે. પરંતુ કોમ્પ્યૂટર જ વિલંબથી મળ્યા હોઇ જરૂરી એન્ટ્રીની કામગીરી પૂર્ણ થયેલ નથી. જેથી આ વસતી ગણતરીના કામમાં રોકાયેલા શિક્ષકો છેલ્લા બે દિવસથી કોન્ટ્રાકટર અને મામલતદાર કચેરી વચ્ચે બાઇ બાઇ ચારણીની રમત રમીને વિલા મોઢે પરત જાય છે.

તાલુકાની વસ્તીગણતરીના કામમાં રોકાયેલા શિક્ષકોને ૧૩મી જાન્યુઆરીના રોજ ધ્વનિ સંદેશથી મામલતદાર કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા પૂરતી તૈયારી ન થઇ હોઇ આજ દિન સુધી દરરોજ શિક્ષકો તાલુકા મથકે આવે છે અને પરત ખાલી હાથે જાય છે.કોઇ સુપરવાઇઝર કે જવાબદાર અધિકારી જ નથી કે જેમની પાસેથી પૂરતી માહિતી મળી શકે.

કોન્ટ્રાકટર અને સરકારી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ હોઇ શિક્ષકોનો અને ઓપરેટરોનો સમય બગડી રહ્યો છે. કામગીરી આજદિન સુધી શરૂ જ થઇ નથી. કોન્ટ્રાકટરના કહેવા મુજબ હજુ સુધી પીસી અપડેટ જ થયા નથી એક અઠવાડિયામાં બધાં જ પીસીની અપડેટની કામગીરી પૂર્ણ થશે.આવા કારણોસર શિક્ષકોનુ શિક્ષણ કાર્ય અને બાળકોનું ભણતર બગડી રહ્યું છે. આ વ્યવસ્થામાં સુધારો કરવો જરૂરી બાબત બની છે.
 
 
 

Your Opinion
 
 
Code:
9 + 10

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment