પેટલાદ મોહદીષે આઝમ મશિન દ્વારા ૧૨મો સમૂહ નિકાહ સમારંભ મિરઝા ફાર્મ ખાતે યોજાયો હતો. જેમાં ૩૪ યુગલ જોડાયાં હતાં. આ પ્રસંગે ગાઝીએ દૌરા મોહમંદ કાસીમ અસરફ બાબા સાહેબે જણાવ્યું કે સારો માનવી એ છે જે બીજાની ભલાઈના કાર્યો કરે છે.
અશરફી સિલસિલાના કાસીમ અસરફબાબા સાહેબે નવયુગલોને દુઆઓ પાઠવતા જણાવ્યું હતું કે ‘મુસ્લિમ સમાજમાંથી ગરીબી અને પછાતપણું તેમ જ જહાલિયત દૂર કરવા ધાર્મિક તાલિમની સાથે સાથે દુન્યવી શિક્ષણ જરૂરી છે. સમાજના દોલતમંદોએ સમાજના કચડાયેલા ગરીબ વર્ગના ઉત્થાન માટે પૈસા વાપરવા જોઈએ કેમે કે અલ્લાહે દૌલતના ટ્રસ્ટી બનાવ્યા છે. માલિક નહીં જેમ કે આપણા શરીરના માલિક પણ માત્ર ખુદા જ છે. જ્ઞાનના જાણકારોએ અન્યોને જ્ઞાન આપવું જોઈએ. મહાન પુરુષ બનવા તંદુરસ્ત દિમાગ, તંદુરસ્ત શરીર અને તંદુરસ્ત દિલ હોવા પર ભાર મૂક્યો હતો. જ્યારે સમાજમાં આદર્શ (આઇડિયલ) બની પશ્ચિમી સંસ્કૃતિથી દૂર રહેવા જણાવી સાચા દિલનું નિર્માણ સુફી - સંતોના સંપર્કથી જ શક્ય બને છે તેમ અનુરોધ કરી એકબીજામાં સુંદરતા પેદા કરવાનું કામ નિકાહ છે અને ઇસ્લામ સહિત અન્ય ધર્મોમાં પણ પતિ-પત્નીનાં અધિકારો છે’ તેની આગવી શૈલીમાં સમજ આપી હતી.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદેથી બોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ સમુહ શાદીમાં જોડાયેલાં યુગલોને જીવનમાં નમ્રતાની ભાવના કેળવવા અનુરોધ કરી જણાવ્યું હતું કે સાચા સંતો એ છે કે જ્યાં જાય ત્યાં શાંતિ-અમન-ભાઈચારાની હવા ફેલાય છે. જ્યારે ધારાસભ્યો ઈકબાલભાઈ પટેલ (વાગરા), ગ્યાસુદીન શેખ (અમદાવાદ) અમદાવાદ મ્યુનિસપિલ કોપોઁરેશનમાં વપિક્ષ નેતા બદરૂદીન શેખે પ્રસંગોચિત પ્રવચન કરી મુસ્લિમ સમાજની ભલાઈ કઈ રીતે શક્ય બને તેવા પ્રયત્નો પર ચિંતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ, ઈકબાલભાઈ શેખ (અમદાવાદ), મોજુભાઈ વકીલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સમૂહ નિકાહ સમારોહને સફળ બનાવવા નગરનાં નજીરોદીન શેખ, નાઝીમબેન મીરઝા, અસલમબેગ મીરઝા, હાજી તસદદુકહુશૈન, આરીફભાઈ બાટા, આસીફ અરશફી, જમીનરખાન ભરતવાલા સહિત મશિનનાં હોદ્દેદારો, કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.