લીમખેડા તાલુકામાં એમ.એલ.એ. જોગવાઇ તથા ૧૫ ટકા વિવેકાધીન જોગવાઇ હેઠળ દોઢ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે. આયોજનની બેઠકમાં રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભોર, લીમખેડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીઆ, જિલ્લા પંચાયતનાં સદસ્યો, તાલુકા પંચાયત પ્રમુખ તથા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લીમખેડા તાલુકા પંચાયતના સભાખંડમાં રાજ્ય આદિજાતિ વિકાસ, ગ્રામ વિકાસ મંત્રી જસવંતસિંહ ભાભોર તથા લીમખેડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાની ઉપસ્થિતિમાં ૧૫ ટકા વિવેકાધીન જોગવાઇ તેમજ એમ.એલ.એ. જોગવાઇ અંતર્ગત ૨૦૧૦-૧૧નાં વર્ષ માટે અંદાજિત દોઢ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં તાલુકાનાં વિવિધ ગામોમાં પાણીની સમસ્યાનું નિવારણ થાય તે માટે હેન્ડપંપ, બોર મોટર, નાળા, રસ્તા, સ્મશાન છાપરી, સહિતના પ્રાથમિક જરૂરિયાતોના કાર્યો હાથ ધરવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ૨૦૦૯-૧૦નાં વર્ષમાં થયેલ દોઢ કરોડનાં આયોજન સંદર્ભે વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં તા.પં.પ્રમુખ રમીલાબેન રાવત, જિલ્લા પંચાયત સદસ્યો, ટીડીઓ, મામલતદાર સહિત વિવિધ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.