ઈન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી આગામી 15-16 સપ્ટેમ્બરના રોજ જયપુરમાં યોજાનાર 18માં વાન-ઇન્ફ્રા કોંફ્રન્સમાં સહ પ્રાયોજક રહેશે. આ સમ્મેલનમાં દુનિયાભરના અખબારોના સંપાદકો, પ્રકાશકો, બિઝનેઝમેન અને સીનિયર મેનેઝર ભાગ લેવા જઈ રહ્યા છે.
આ સમ્મેલનમાં ‘ન્યૂઝ સમિટ-સાઉથ એશિયા’ પણ શરૂ કરવામાં આવશે. આ સમ્મેલનમાં કન્ટેન્ટના આધારે રેવન્યૂ જનરેટ કરવા અને યુવાન વાચકોને આકર્ષિત કરવાનો પણ એક હેતુ છે.
વાન ઈન્ફ્રા સાઉથ એશિયાના મેનેજિંગ ડાયરેક્ટર મખદૂમ મોહમ્મદે જણાવ્યું હતું કે ‘ આવા પ્રકારનું સમ્મેલન આયોજિત કરવાની આનાથી વધુ સારી તક ન મળી શકે. ખાસ કરીને આવા સમયમાં જ્યારે સમાચારપત્રના રેવન્યૂમાં પડતી નોંધવામાં આવી હતી. અમને આશા છે કે આવા સમયમાં નવા નવા વિચાર સામે આવશે જેનાથી ભવિષ્યની તૈયારીઓને લઈને પ્રકાશકોને મદદ મળશે.’