દક્ષિણ આફ્રીકાના એક મીડિયા હાઉસે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પ્રકાશક બેનેટ કોલમેન એન્ડ કંપનીની ભાગીદારીમાં એક અંગ્રેજી દૈનિક અખબાર નિકાળવાની તૈયારી કરી છે. આ અખબારનું પ્રકાશન બેનેટ કોલમેન એન્ડ કંપની કરશે.
ભારતીય મૂળના ગુપ્તા પરિવારની કંપની ટીએનએ મીડિયા ‘ધ ન્યૂ એઝ’ નામથી અંગ્રેજી દૈનિક અખબારના પ્રકાશન સપ્ટેમ્બરના મધ્યમાં શરૂ કરશે. ગુપ્તા પરિવારે દક્ષિણ આફ્રીકામાં સહારા કમ્પ્યુટર્સની સ્થાપના કરી હતી.
ટીએનએ મીડિયાના કાર્યકારી ચેરમેન અતુલ ગુપ્તાએ જણાવ્યુ હતુ કે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા આ કારોબારમાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવશે. તેમણે જણાવ્યું હતું કે અખબારના કારોબારમાં 172 વર્ષનો નફો રાખવા અને દરરોજ 40 લાખથી વધારે કોપી છાપનાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પરિચાલનના તમામ ક્ષેત્રમાં ટીએનએ મીડિયાને પરામર્શ આપશે અને મદદ કરશે.
શરૂઆતમાં ધ ન્યૂઝ એઝની એક લાખ 70 કોપી છાપવાની યોજના છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રૂપના સીઈઓ રવિ ધારીવાલે જણાવ્યું કે ‘ અમે નવા રાષ્ટ્રિય દૈનિકની સાથે ભાગીદારી કરી ઘણા ઉત્સાહિત છીએ. અમને આશા છે કે ધ ન્યૂ એઝ દક્ષિણ આફ્રિકાના વાચકોની જરૂરિયાતોને સંતોષશે.’