અંગ્રેજી દૈનિક ‘ધ ટેલિગ્રાફ’એ ઓરિસ્સા એડિશન લોન્ચ કર્યાના બરાબર એક મહિના બાદ પટનામાં પગપેસારો કર્યો છે. પટનામાં અખબારની પ્રથમ એડિશન આજે લોન્ચ કરી.
‘ધ ટેલિગ્રાફ’ 28 જૂનના રોજ ઓરિસ્સામાં લોન્ચ થયું હતું. પટના એડિશન લોન્ચિંગની સાથે અખબારે પૂર્વ ભારતીય બજારમાં પોતાની પકડ જમાવી લીધી છે.
પટનામાં ‘ધ ટેલીગ્રાફ’ દર રવિવારે પાંચ રૂપિયામાં મળશે જ્યારે સામાન્ય દિવસોમાં તેની કિંમત ચાર રૂપિયા રહેશે.
‘ધ ટેલિગ્રાફ’ના એસોસિએટ વાઈસ પ્રેસિડેન્ટ ધ્રુવ મુખર્જીએ જણાવ્યું કે ‘હાલના સર્ક્યુલેશન અને વાચકોની સંખ્યાને ધ્યાનમાં રાખી ‘ધ ટેલિગ્રાફ’ પૂર્વ ભારતનું નંબર વન અંગ્રેજી અખબાર છે.