હવે કોલર ટ્યૂન સંભળાવવી મોંઘી પડી શકે છે. હવે તેના પર પણ ટેક્સનું ચાબુક ચાલશે. મહારાષ્ટ્ર સરકારના ઓફિસરો ઇચ્છે છે કે કૉલર ટ્યૂન પર ટેક્સ નાંખવામાં આવે અને તે પણ એન્ટરટેઇનમેન્ટ ટેક્સ. સરકારનું માનવું છે કે આ ટ્યૂન કૉલરનું મનોરંજન કરે છે. આથી તેના પર ટેક્સ લાગવો જોઇએ.
મોબાઇલ કંપનીઓ દરેક ટ્યૂન માટે દર મહિને રૂ.30 લે છે, જે દર શરૂઆતમાં રૂ.15 હતો. મહરાષ્ટ્ર સરકારના સચિવ રમે કુમારે કહ્યું કે કૉલર ટ્યૂન બીજાઓને મનોરંજન આપવા માટે હોય છે. આથી જ મોબાઇલ કંપનીઓ તેના પર ટેક્સ ચાર્જ કરે છે. સરકારે તેના પર 25 ટકા એન્ટરટેઇનમેન્ટ ટેક્સ લગાવવો જોઇએ.
આ આશયનો પ્રસ્તાવ નાણાંકીય વિભાગને મોકલી દીધો છે. જો તેઓ માની જાય છે તો કેબિનેટની પાસે આખરી આદેશ માટે જશે. મહારાષ્ટ્ર સરકાર આ સિવાય સાઇબર કાફે અને વીડિયો પાર્લર પર પણ એન્ટરટેઇનમેન્ટ ટેક્સ નાંખવા માંગે છે.