એડવર્ડટાઈઝમેન્ટ એજન્સી વીડન કેનેડીની દિલ્હી શાખાએ સુનૈના ગુપ્તાને પ્લાનિંગના હેડ તરીકે નિમાયા છે. આ પહેલા તે લિયો બર્નેટની દિલ્હી શાખામાં હતા. વીડન કેનેડીના મેનેજિંગ ડાયરેક્ટર મોહિત જયાલે ગુપ્તાની નિમણુકની ખરાઈ કરી હતી.
ગુપ્તા આ પહેલા ડીડીબી શિકાગો અને બીબીડીઓ શિકાગો જેવી ગ્લોબલ એજન્સીઓમાં પ્લાનિંગ વિભાગમાં કામ કરી ચૂક્યા છે.
વર્ષ 2008માં તેમણે લિયો બર્નેટ દિલ્હીમાં પ્લાનિંગ હેડ તરીકે જોડાયા. ત્યાં તેમણે એજન્સી માટે યુનિલિવર, ઈન્ડિયન એક્સપ્રેસ, કોહલર અને મેક્કેન ફૂડ્સ સહિત ઘણી નવી બિઝનેસની જવાબદારી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.