હાલમાં ‘પ્લે યોર મ્યૂઝિક ડે’ની જાહેરાત કર્યા બાદ એફએમ રેડિયો સ્ટેશન રેડિયો વને સંગીત સાથે જોડાયેલી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે ‘ વન મુંબઈ, વન મ્યૂઝિક’ નામથી નવો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે. આરજે મિહિર દ્વારા રજૂ કરવામાં આવેલ આવેલ આ વીકેન્ડ શો માત્ર બોલીવુડ મ્યૂઝિક પર જ ફોકસ નહી હોય પરંતુ તેમા રોક, ઈંડિરોક, મરાઠી, ઈન્ડિયા, ઈન્ડિપોપ, ગજલ અને આ પ્રકારનું ઘણું સંગીત રજૂ કરવામાં આવશે.
આ શોમાં ઘણા કલાકારો, બેંડ્સના લાઈવ પરફોર્મંસ, તેમના મ્યૂઝિકની જાણકારી અને શ્રોતાઓ સુધી તેમની પહુંચની જાણકારી આપવામાં આવશે.
રેડિયો વનના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ વિનીતસિંહ હુકમનીએ જણાવ્યું હતું કે’ અમે રેડિયો સ્ટેશન શ્રોતાઓ અને સંગીત રજૂ કરનાર કલાકારો વચ્ચેની કડીનું કામ કરી રહ્યા છે. અમે સમ્માનની સાથે દેશમાં ‘મ્યુઝિક રિવોલ્યૂશન’ લાવવા માગીએ છીએ.