સંયુક્ત આરબ અમીરાતે સુરક્ષા કારણોસર ઓક્ટોબરથી બ્લેકબેરી સેવાઓ બંધ કરવા નિર્ણય લીધો છે. તેના કારણે લગભગ પાંચ લાખ ગ્રાહકોને અસર પડશે.
શની નિયમન એજન્સીના જણાવ્યા મુજબ બ્લેકબેરી સેવાઓ યુએઇના નિયમો મુજબ સંચાલિત નહોતી થઇ રહી. કેટલાક ગ્રાહકો કાનૂની જવાબદારીઓ વિના કેટલીક સેવાઓનો ઉપયોગ કરી રહ્યા હતા.