દેશદૂત ગ્રૂપના બધા સમાચાર હવે એક ઓગસ્ટથી મોબાઈલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ગ્રૂપના સમાચારપત્રોમાં દેશદૂત, સર્વમત અને દેશદૂત ટાઈમ્સનો સમાવેશ થાય છે.
વાચક આ ગ્રૂપના અખબારોના સમાચારોને મોબાઈલ પર પણ વાચી શકશે. આ પહેલની સાથે દેશદૂત પ્રથમ મરાથી અખબાર બની ગયુ છે, જે મોબાઈલ પર ઉપલબ્ધ છે.
ઈન્ટરનેટ કનેક્ટીવીટીથી યુક્ત મોબાઈલ પ્રયોગ કરનાર વાચક દેશદૂત ગ્રૂપની આ પહેલનો ફાઈદો ઉઠાવી શકે છે. આ અનુસાર વાચક આ ગ્રૂપના અલગ-અલગ એડિશનના સમાચાર જોઈ શકે છે.
મોબાઈલ પર દેશદૂત(નાસિક, જલગાંવ, નાગર), સર્વમત(શ્રીરામપુર), અને દેશદૂત ટાઈમ્સ(નાસિક) અખબારનો સમાવેશ થાય છે.
ઈન્ટરનેટ પર સરળતાથી વાચવા યોગ્ય બનાવવા માટે સમાચારોને ઈન્ટરનેશલ, નેશનલ અને મહારાષ્ટ્ર કેટેગરીમાં વિભાજીત કરવામાં આવી છે.