બ્રિટનનું ટ્રિનિટી મિરર ગ્રુપ ‘ડેલી મિરર’, ‘સન્ડે મિરર’ અને ‘ ધ પીપલ’ સહીત પોતાના ત્રણ રાષ્ટ્રીય પ્રકાશનોના સંપાદન વિભાગ સાથે સંકળાયેલા 200 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર નવું મલ્ટીમીડિયા ન્યૂઝરૂમ બનાવવા માટે કર્મચારીઓની છટણી કરવી જરૂરી છે.
આ 200 કર્મચારીઓમાંથી 140 કાયમી કર્મચારીઓ છે. આ કર્મચારીઓમાં રિપોર્ટર, કન્ટેન્ટ રાઈટર, ફોટોગ્રાફર અને કેટરાલાંક ડેસ્ક એડિટરોનો સમામાવેસ થાય છે.
કંપનીના જણાવ્યા પ્રમાણે કન્ટેન્ટ વાચ બધી જ ચેનલો માટે ઉચ્ચ ગુણવત્તાવાળુ કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવાની સાથે બધા જ પ્રકાશનોની ગુણવત્તા અને વિશિષ્ટ ઓળખ ઉભી કરવામાં મદદ કરે છે.