Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Media Corridor >> Editorial >> Web
 

બીભત્સ ફોટા પર ટેગિંગ વાઇરસ દ્વારા રેગિંગ

 
Source: Dhiraj Thakor, Vadodara   |   Last Updated 7:29 PM [IST](11/08/2010)
 
 
 
 
 
ફેસબુક પર સારાં મિત્ર વર્તુળમાં અશ્લિલ તસવીરો ફેલાવતાં ભેજાગેપ શખ્સો, યુવતીના નામે બોગસ એકાઉન્ટ ખોલી લોકોને બિભત્સ તસવીરો દ્વારા હેરાન કરવાનું કાવતરું ફોટો પર ટેગ કરી વાઇરસ ફેલાવતા ભેજાબાજ હેકર્સ અશ્લિલ ફોટાને ફેસબુક પર અપલોડ થતાં અટકાવવા કોઇ સિક્યુરીટી સ્ટેપ નથી

આશરે ૫૦ કરોડ લોકો સોશિયલ નેટવકિઁગ સાઇટ ફેસબુક પર એકાઉન્ટ ધરાવે છે. ત્યારે વાઇરસ મોકલવાનો વિકૃત આનંદ મેળવતાં હેકર્સ અને અશ્લિલતા ફેલાવવાની વિકૃતિ ધરાવતાં તત્વોએ હવે ફેસબુકને ટાર્ગેટ બનાવ્યું છે.

મ. સ. યુનિ.ના વિદ્યાર્થી મંથન ભટ્ટે ‘ડીબી ગોલ્ડ’ને દુ:ખ સાથે જણાવ્યું હતું કે, સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક પર મારું એકાઉન્ટ છે. તેમાં મેં ખૂબ જ સાવચેતીપૂર્વક મિત્રો બનાવ્યાં છે. તેઓની સાથે હું ગુજરાતી કવિતાઓ તેમજ સાહિત્યને લગતી ચર્ચાઓ ઉપરાંતની સારી વાતોની જાણકારીની આપલે કરું છું. તાજેતરમાં મને દિલ્હીની એક યુવતી સોનાલી સિંહાના નામની ફ્રેન્ડ રિકવેસ્ટ મળી હતી. મેં તેને એક્સેપ્ટ કરી હતી. બાદમાં થોડાક દિવસે અચાનક મારા એક મિત્રનો મને મેસેજ મળ્યો કે, આવો બિભત્સ ફોટો શા માટે ફેસબુક પર ચડાવ્યો?

મંથને ફેસબુક પર કોઇ બિભત્સ ફોટો અપલોડ કર્યો ન હોવા છતાં તેના નામે આવો ફોટો ક્યાંથી આવ્યો? તે અંગે તેણે તપાસ કરતાં જાણવા મળ્યું કે, સોનાલી સિંહાએ બિભત્સ ફોટા પર તેને ટેગ કર્યો હતો. તેણે સૌ પ્રથમ તો ફોટો ડિલિટ કર્યો અને બાદમાં તેના તમામ મિત્રોની માફી માગી અને ફ્રેન્ડ લિસ્ટમાંથી સોનાલી કાઢી નાંખી.

આ વાત અંગે ‘ડીબી ગોલ્ડ’ દ્વારા સોશિયલ નેટવકિઁગ સાઇટના નિયમિત યુઝર્સ તેમજ નિષ્ણાંત સાથે ચર્ચા કરવામાં આવતાં ચોંકાવનારી વિગત જાણવા મળી કે, ફોટો ટેગિંગ દ્વારા વાઇરસ પણ મોકલાતાં હોય છે. તેમજ સંખ્યાબંધ યુઝર્સને ફોટો ટેગિંગના દૂષણથી હેરાન થવું પડ્યું હોવાનું માલૂમ પડ્યું હતું. નોંધનિય છે કે, તાજેતરમાં શહેરની કોન્વેન્ટ શાળાની વિદ્યાર્થિનીઓએ ફેસબુક પર અશ્લિલ શાબ્દિક યુદ્ધ છેડતાં વિવાદ સર્જાયો હતો.

બીજું કે, ઓરકૂટ, ફેસબુક, હાઇ-૫, નેટલોગ, જોરપિયા, ફ્રોપ્પર અને બિગ અડ્ડાજેવી સોશિયલ નેટવકિઁગ સાઇટ પર એકાઉન્ટ ખોલવાનો ક્રેઝ શાળાના બાળકોથી માંડી કોલેજીયન, હાઉસ વાઇફથી માંડી બઝિનસ મેન સુધી વ્યાપેલો જોવા મળી રહ્યો છે. લોકો મોબાઇલ અને નેટ પરથી સતત આવી વેબસાઇટ પર ઓનલાઇન રહેતાં હોય છે. અને દેશ - વિદેશના જાણીતા કે અજાણ્યા મિત્રો સાથે સંવાદ સાધતા હોય છે.

- તો લેપટોપ, મોબાઇલ, કમ્પ્યૂટરને ખતરો

ફેસબુકના એકાઉન્ટ પર ફોટો ટેગ કરીને અશ્લિલતા ફેલાવવાનું દૂષણ ઝડપથી વધી રહ્યું છે. મારા એકાઉન્ટ પર આવી અનેક ઘટના બની છે. કોઇ મારા એકાઉન્ટ પર લટાર મારીને ફોટો ટેગ કરતાં મને મોબાઇલ ફોન પર મેસેજ આવ્યો હતો. ત્યારબાદ મેં ફોટો ટેગ કરનારનું એકાઉન્ટ જ બ્લોક કરી નાંખ્યું હતું. સામાન્ય યુઝર્સને પણ ફોટો ટેગ પર કંઇક અજગતુ દેખાય તો એકાઉન્ટમાંથી ડિલિટ કરીને મોકલનારનું એકાઉન્ટ બ્લોક કરી દેવું જોઇએ. ફોટા ટેગમાં અશ્લિલ સાહિત્ય-ફોટાની સાથે હવે હેકર્સ વાઇરસ પણ મોકલવાનો ખેલ ખેલી રહ્યા છે. જો યુઝર્સ સાવધાન નહીં રહે તો ફોટો ટેગ દ્વારા ફોટામાં મોકલાયેલા વાઇરસ તેના લેપટોપ, મોબાઇલ અને કમ્પ્યૂટરના ડેટાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. - સન્ની વાઘેલા, સાયબર નિષ્ણાંત

શું છે ફોટો ટેગિંગ ?

ટેગ કરવાનો સામાન્ય અર્થ ચોટાડવું એમ થાય છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર કોઇ ફોટામાં જે વ્યક્તિઓ દેખાતા હોય તેમની સાથે તેમનું નામ દર્શાવવાની વ્યવસ્થાને ટેગિંગ કહેવાય છે. ઓરકૂટ પર ટેગિંગ કરવાની એવી વ્યવસ્થા છે કે, ફોટાની અંદર દેખાતા માત્ર ચહેરાઓનું જ ટેગિંગ થઇ શકે છે. જ્યારે ફેસબુકમાં આવી કોઇ વ્યવસ્થા ન હોવાનો હેકર્સ સહિતના ભેજાગેપ તત્વો ફાયદો ઉઠાવતાં હોય છે.

ફેસબુકમાં અપલોડ થયેલા કોઇ પણ ફોટા પર કોઇ પણ જગ્યાએ કોઇ પણ વ્યક્તિનું નામ જોડી શકાય છે. જેના કારણે બિભત્સતાની વિકૃતિ ધરાવતાં યુઝર્સ અશ્લિલ ફોટા પર અનેક લોકોના નામ ટેગ કરી દે છે. પરિણામે તે ફોટો જે - તે વ્યક્તિના આખા મિત્ર વર્તુળને જોવા મળે છે. જેમાં ટેગ કરનારનું નામ જોવા મળતું નથી તેથી મિત્રોને યુઝર માટે ગેરસમજ થાય છે અને તેની ખોટી બદનામી થવા સાથે મિત્ર વર્તુળ તરફથી ટિપ્પણીઓ સહન કરવી પડે છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 2


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.