મનુજ અગ્રવાલને બાલાજી ટેલિફિલ્મ્સના નવા સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ગ્રૂપ સીઈઓ પુનિત કિનરાને રિપોર્ટ કરશે.
આ પહેલા અગ્રવાલ પર્સેપ્ટ ડી માર્કમાં ચીફ ઓપરેટિંગ ઓફિસરના પદ પર હતાં. અગ્રવાલે નચિકેત પંતવૈદ્યનું સ્થાન લીધુ છે,જેમણે ગયા નવેમ્બરમાં બાલાજીથી રાજીનામુ આપ્યુ હતું.
કિનરાએ અગ્રવાલની નિમણુકની ખરાઈ કરતા જણાવ્યું હતું કે મનુજ ટેલિવિઝન સેંગમેંટની સાથે ઈવેન્ટ બિઝનેસનું કામ સંભાળશે.