કુવૈતમાં પ્રકાશિત થનાર અરબી ભાષાનું સમાચારપત્ર Arrouiahનું ગયા ગુરુવારે છેલ્લુ પ્રકાશન બહાર પડ્યું. દેવા હેઠળ અને જાહેરાતોની કમીના કારણે અખબાર માલિકોએ તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
દેશમાં છેલ્લા 18 મહિના દરમિયાન આર્થિક સંકળામણના કારણે બંધ થનાર આ ત્રીજુ સમાચારપત્ર છે. સૌથી પહેલા ફેબ્રુઆરી 2009માં Assawt નું પ્રકાશન બંધ થઈ ગયું હતું. ત્યારબાદ ગયા મે માસમાં Awan નું પ્રકાશન બંધ થયું.
એડિટર-ઈન-ચીફ સઉદ અલ સેબેઈએ જણાવ્યું કે અરબ જગતમાં Arrouiah જ એક માત્ર એવું અખબાર હતું છે જે સ્વેચ્છાએ શરિયા સેંસરશિપનું પાલન કરતું હતું. આ અખબારે એવી કરોડો એડ ઠુકરાવી દીધી જે સરિયા કાનૂનની વિરુદ્ધ હોય.