હિન્દી સમાચારપત્ર દૈનિક જાગરણના પ્રકાશક જાગરણ પ્રકાશન લિમિટેડ પ્રિન્ટ મીડિયા માટે ભાગીદારી તથા સંયુક્ત કરાર માટે કેટલાક પ્રાદેશિક સમાચારપત્રો સાથે વાતચીત કરી રહ્યું છે. ચીફ ફાયનાન્સિયલ ઓફિસર આર.કે.અગ્રવાલે જણાવ્યું હતું કે મીડિયા ફર્મ ઓછામાં ઓછા 25થી 26 ટકાની ભાગીદારી ઈચ્છે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે ‘ અમે એક સારી યોજના સાથે કામ કરવા ઈચ્છીએ છીએ, માત્ર નાણાકિય રોકાણ કરવાનો કોઈ અર્થ નથી. અમે સતત કેટલાંક લોકોના સંપર્કમાં છીએ અને અમારી વાતચીત થઈ રહી છે. નવા ક્ષેત્રોમાં પ્રવેશ કરવામાં અમે જરા પણ સંકોચ અનુભવતા નથી.
અગ્રવાલના જણાવ્યા અનુસાર ‘ફર્મની યોજના તાત્કાલિક ફંડ એકઠો કરવાની નથી. આ ડીલના માધ્યમથી કેટલીક રોકડ નાણાકીય મદદ ઉભી કરવા માગે છે.