પોર્ટુગલનું મીડિયા ગ્રૂપ કન્ટ્રોલઈન્વેસ્ટે આ અઠવાડિયે પોતાના સમાચાર પત્ર નોટિસિયાઝ અને 24 હોરાસને બંધ કરી દીધું છે. મીડિયા ગ્રૂપે નવા બિઝનેસ મોડલ અપનાવવા માટે ઉઠાવવામાં આવતા કડક પગલાંને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેનું કહેવું છે કે મૂળભૂત ઢાંચામાં બદલાવ લાવવા ઈચ્છે છે.
જોકે આ વર્ષની શરૂઆતમાં એકત્ર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર 24 હોરાસના સર્ક્યુલેશનમાં વર્ષ 2009 અનુસાર 51.22 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન, વર્ષ 2007માં લોંચ કરવામાં આવેલ ગ્લોબલ નોટિસિયાઝનું સર્ક્યુલેશન તેના ગ્રાફિક ડિઝાઈન અને મેનેજમેન્ટમાં બદલાવ કર્યા બાદ વધીને એક લાખ 40 હજાર થઈ ગઈ છે.
24 હોરાસે એક તરફ 29 જૂનના અંકના મુખપૃષ્ઠ પર લખ્યું હતું કે આ સમાચારપત્રનું છેલ્લું પ્રકાશન છે. જ્યારે ગ્લોબલ નોટિસિયાઝે સમાચારપત્ર બંધ થવાની જાણ તેના વાચકોને કરી ન હતી.