ન્યૂયોર્ક ટાઈમ્સમાં સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ટ્વિટર સાથે જોડાયેલા અપડેટ માટે હવે ‘ટ્વિટ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવશે નહી. ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ટૈંડર્ડના એડિટર ફિલ કાર્બેટે આ શબ્દના પ્રયોગ પર પાબંદી લગાવી દીધી છે.
કાર્બેટે સંપાદકીય સહયોગીયોને કરેલો મેલમાં જણાવ્યું હતું કે સોશીયલ મીડિયા સાથે જોડાયેલ કેટલાક લોકો અસહમત હશે પરંતુ પક્ષી વિજ્ઞાનના સંદર્ભથી હટાવીને ‘ટ્વિટ’ શબ્દને હજી અંગ્રેજીના માનક શબ્દોમાં સમાવેશ કરવામાં નથી આવ્યું.
તેમણે જણાવ્યું કે ગયા મહીને અખબારમાં આ શબ્દનો 18 વખત પ્રયોગ થઈ ચૂક્યો છે. અમે ઇચ્છીયે છીએ કે નવા નવા પ્રયોગ કરવા અને શબ્દજાળમાં ફસવાથી બચીએ.