સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયે પેઇડ ન્યૂઝ એટલે કે પૈસા દઇને જાહેરાતો છાંપવાની બાબતે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની રિપોર્ટ માટે તેને રિમાઇન્ડર મોકલ્યું છે. સૂચના તેમજ પ્રશારણ મંત્રાલય મંત્રી અંબિકા સોનીના જણાવ્યાનુસાર એવી આશા વ્યક્ત કરી છે કે કાઉન્સિલે ગઇ 26એપ્રિલમાં મળેલી બેઠકમાં પોતાની રિપોર્ટને અંતિમ રૂપ આપી દીધું હશે.
મંત્રાલયમાં સચિવ રઘુ મેનને કાઉન્સિલના ચેરમેન જસ્ટિસ જી એન રેને આ બાબતે પત્ર લખ્યો છે જેમાં તેઓએ રિપોર્ટ મળ્યાં પછી મંત્રાલયની તરફથી લેવાનાર પગલાનો ખૂલાશો કર્યો છે.
સોનીએ જણાવ્યું કે કાઉન્સિલને રિપોર્ટ સબંધી રિમાઇન્ડર મોકલી દીધુ છે. તેઓએ સંસદમાં જણાવ્યું હતુ કે તેઓ આ રિપોર્ટને સંસદમાં રજુ કરશે. તેઓએ કહ્યું કે ચુંટણી પંચે પેઇડ ન્યૂઝની બાબતે સ્વ પ્રેરિત રિતે ચુંટણી અધીકારીયોને તેના પર દેખરેખ રાખવાનું કહ્યું છે.