ગૂગલે બિઝનેસ કન્સલ્ટિંગમાં ઝંપલાવ્યુસર્ચ એન્જિનની દુનિયામાં મહારથી ગૂગલે નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગપતિઓ માટે કન્સલટન્સીનું કામ શરૂ કર્યું છે. ગૂગલના માનવા પ્રમાણે દેશમાં જુદાજુદા આકારના લગભગ ચાર હજાર કારોબાર છે જેમાંથી લગભગ 20 લાખ ઓનલાઈન છે.
ગૂગલના જણાવ્યા અનુસાર ભારતમાં કન્સલટન્સીની માંગ ઝડપથી વધી રહી છે. ગૂગલ ઈન્ડિયાના ઓનલાઈન સેલ્સ હેડ શ્રીધર શેષાદ્રી કહે છે કે નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગપતિઓ પાસે ધન છે, બિઝનેસ આઈડિયા છે, અને અહી સુધી રોકાણ કરવાની ક્ષમતા પણ છે, પરંતુ તેઓ તેનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતા.
શેષાદ્રીએ જણાવ્યું હતું કે ‘કન્સલટિંગની વધતી માંગને ધ્યાનમાં રાખતા દરરોજ કોલ્સ હેન્ડલ કરવાની ક્ષમતા એક હજારથી વધારીને પાંચ હજાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આને લાગું કરવામાં બે થી ત્રણ મહીનાનો સમય લાગી શકે છે.’
ગૂગલ ઈન્ડિયાનું દેશમાં એકમાત્ર કોલ સેન્ટર છે, જે દિલ્હીમાં બીજી અન્ય કંપની દ્વારા ગૂગલ માટે સંચાલિત કરવામાં આવે છે. કંપની દક્ષિણ ભારતમાં વધુ એક કોલ સેન્ટર શરૂ કરવાનો વિચાર કરી રહ્યું છે.