વિદેશોમાં કમ્યુનિટી રેડિયોનો દરેક ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ભારતમાં કોમ્યુનિટી રેડિયો માટે હજી અવેરનેસની જરૂર છે.
આ વાત કહી ડૉ..વિનોદ પાંડેએ. અમદાવાદના ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના અધ્યક્ષ ડૉ. વિનોદકુમાર પાંડેને સિંગાપોરમાં ‘ટેક્નોલોજી એન્ડ કલ્ચરલ કોમ્યુનિકેશન કનેકટર્સ એન્ડ ડિવાડર્સ’ વિષય પર યોજાયેલા ઇન્ટરનેશનલ સેમિનારમાં ‘કોમ્યુનિટી રેડિયો ઇન ઇન્ડિયા’ વિષય પર વ્યાખ્યાન આપવા માટે આંમત્રિત કરવામાં આવ્યા હતા.
તેઓએ કહ્યુ હતું કે ભારત સરકાર ૪ હજાર કોમ્યુનિટી રેડિયોની સ્થાપના કરવા માંગે છે પરંતુ કેવી રીતે કરશે તે મોટો પ્રશ્ન છે. ડૉ.. વિનોદકુમાર પાંડે નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરના માસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ અને નાનયાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટીની વી કેમ વી સ્કૂલ ઓફ કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફરમેશન ડિપાર્ટમેન્ટમાં એજ્યુકેશન અને કોમ્યુનિકેશન તેમજ ભારતીય શિક્ષણ પદ્ધતિ પર વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર સાથે ચર્ચાઓ કરીને લેકચર લીધા હતા.