ફિલિપાઈન પોલીસે જણાવ્યું હતું કે ફેસબુકે તેમને એક સીરીયલ મર્ડર કેસ ઉકેલવામાં અને ખૂની સુધી પહોંચવામાં ખૂબ જ મદદ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે સાચા અર્થમાં કહીએ તો આ કેસ ફેસબુકે જ ઉકેલ્યો નહી તો પોલીસ ખૂની સુધી પહુંચી શકી ન હોત.
પીએસઆઈ જોએલ મારીયાનોએ જણાવ્યું હતું કે ફેસબુક પર તેમના એકાઉન્ટ ધરાવતા હોવાના કારણે આ કેસમાં બે આરોપીઓ સુધી પહુંચી શકાયું.
ગયા મહિનાની 28 તારીખે પોલીસે અપરાધી કમ્પ્યુટર ટેકનીશીયન માર્ક ડાયોઝોનને સાન ફર્નાન્ડોમાંથી પકડી પાડ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે આ આરોપીએ છ ફિલીપીન્સ, એક અમેરીકન, એક કેનેડીયન અને બ્રિટિશરની બે અઠવાડિયા પહેલા હત્યા કરી દીધી હતી. જોકે આ આરોપી એક સમૃદ્ધ પરિવારનો છે.