બીબીસી વર્લ્ડવાઈડ ચેનલે ડિસ્કવરી ઈન્ડિયાના પૂર્વ હેડ દીપક શૌરીને દક્ષિણ એશિયામાં પોતાની ચેનલના સંચાલનની કમાન સોંપી છે. શૌરીએ બીબીસી વર્લ્ડવાઈડ ચેનલ્સ, સાઉથ એશિયાના ડાયરેક્ટર તરીકે જોડાયા છે. તે નવી દિલ્હી કાર્યાલયથી આખા સાઉથ એશિયામાં બીબીસીની ચેનલોનું સંચાલન કરશે.
આ પહેલા શૌરી ડિસ્કવરી કમ્યુનિકેશંસ ઈન્ડિયામાં એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ડ અને મેનેજિંગ ડાયરેક્ટર હતાં. ડિસ્કવરીની સાથે પોતાના સાત વર્ષના કાર્યકાળ દરમિયાન શૌરીએ ડિસ્કવરી ટ્રેવલ એન્ડ લિવિંગને ભારતમાં લોન્ચ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી અને દેશમાં કંપનીના કારોબારને નફા સુધી દોરી ગયા. તેઓ સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનની સાથે સાથે ડિસ્કવરીના ડિસ્ટ્રીબ્યૂશનનું કાર્ય સંભાળતા હતાં.
તેઓ ઈન્ડિયા ટુડેના પ્રકાશ લિવિંગ મીડિયામાં ગ્રૂપ જનરલ મેનેજરનું પદ પણ સંભાળ્યું હતું. ત્યારબાદ તેઓ સાપ્તાહિક મેગેઝિન ‘આઉટલુક’ને લોન્ચ કર્યું. તેઓ હિન્દુસ્તાન ટાઈમ્સના એક્ઝિક્યૂટિવ પ્રેસિડેન્ટ અને જી ટીવીના સીઈઓ પણ રહી ચૂક્યા છે.
બીબીસી વર્લ્ડવાઈડમાં પોતાની નવી ભૂમિકામાં શૌરી સિંગાપુર અને લંડન સ્થિથ સિનિયર મેનેજમેંટ સ્ટ્રેટજી ટીમની સાથે કામ કરશે.