બિગ એફએમ બેંગલોરે કન્નડ સંગીતની ઉત્કૃષ્ટ પ્રતિભાઓને સમ્માનિત કરવાના હેતુથી ‘બિગ કન્નડ મ્યુઝિક એવોર્ડ 2010’નું આયોજન કર્યું છે. આ સમારંભમાંના પ્રાયોજકમાં કન્નડ ભાષાનું અગ્રણી અખબાર પ્રજાવાણીનો પણ સમાવેશ થાય છે.
આવતી 22 ઓગસ્ટે ચાર કલાક સુધી આયોજિત થનાર આ સમારંભનું પ્રસારણ સુવર્ણા ટીવી પર કરવામાં આવશે.
ત્રીજી ઓગસ્ટથી એવોર્ડ સમારંભની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ટીવી, રેડિયો, પ્રિન્ટ, આઉટડોર, ઓનલાઈન, એસએમએસ અને રેઝિડેન્ટ વેલફેયર એસોસિએશન દ્વારા આ સમારંભનું પ્રમોશન કરવામાં આવશે. બિગ કન્નડ મ્યુઝિક એવોર્ડ 2010ની જ્યુરીમાં વિજય પ્રકાશ, રાઘવેન્દ્ર, રાજકુમાર અને હંસાલેખા જેવા દિગ્ગજ હસ્તીઓ અત્રે ઉપસ્થિત રહેશે.