ધંધાકિય સમાચારો રજુ કરનાર અંગ્રેજી દૈનિક ફાયનાન્સિયલ એક્સપ્રેસના બેન્ગ્લોર સ્થિત પ્રમુખ સંવાદદાતા જયશંકર જયરામૈયાને ફેડરેશન ઓફ કર્નાટકા ચેંબર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડીસ્ટ્રીજની તરફથી વર્ષ 2009-10નો પ્રતિષ્ઠિત જર્નાલિઝમ એવોર્ડ આપવામાં આવ્યો છે.
રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજે ફેડરેશનની એક બેઠકમાં જયરામૈયાને આ એવોર્ડ પ્રદાન કર્યો. આ સમારંભમાં રાજ્યસભાનાં ઉપસભાપતી કે. રહેમાન ખાન અને ફેડરેશનના પ્રેસિડેન્ટ જે. ક્રાસ્ટા ઉપસ્થીત રહ્યાં હતા.
જયરામૈયાને આ પુરસ્કાર વિવિધ સામાજિક-આર્થિક બાબતો અને ખાસકરીને બેંન્ગલોરમાં વિજળીના સંકટ પર છપાયેલી એક રિપોર્ટ માટે આપવામાં આવ્યો છે. તેઓને પત્રકારત્વમાં 14થી વધુ વર્ષોનો અનુભવ છે અને તેઓ પાછલા પાંચ વર્ષોથી ફાયનાન્સિયલ એક્સપ્રેસસાથે જોડાયેલા છે.