અમેરિકન કંપની એપ્પલે આઇ પોડ નેનો પોર્ટેબલ મ્યુઝિકના જાપાની ગ્રાહકોને કહ્યું કે તે ગરમ થનાર સેટ્સને બદલી દેશે. કંપનીએ પોતાની વેબસાઇટ પર આ આશયની માહિતી પણ પ્રકાશિત કરી છે.
જાપાનમાં વેચેલ આઇપોડ 'નેનો' અંગે ફરિયાદ મળી રહી હતી કે કેટલાંક સેટ્સ બહુ જલ્દીથી ગરમ થઇ જાય છે. 60 કિસ્સામાંથી તો ચાર કિસ્સામાં થોડીક બળવાની ફરિયાદ મળી.
એપ્પલે કહ્યું કે આ ફરિયાદ બહુ નાની છે અને તેને સપ્ટેમ્બર 2005 થી ડિસેમ્બર 2006 સુધી વેચવામાં આવેલા આઇપોડ પરત લેવાની રજૂઆત કરી હતી. પરંતુ જાપાની સરકારે કડક રૂખ અપનાવ્યો અને તમામ સેટ્સ બદલવાનું કહ્યું. સરકારના દબાણથી એપ્પલ હવે તમામ ડિટેક્ટિવ સેટ્સ બદલવા માટે તૈયાર થઇ ગઇ. એપ્પલે સરકારની એ વાત પણ માની લીધી છે કે તે રજિસ્ટર્ડ ગ્રાહકોને ઇમેલ દ્વારા આઇપોડ બદલવાની વાત કરે.
એપ્પલે આ ઘટના માટે એક ખાસ કંપનીની બેરટીઓને જવાબદાર ગણાવી છે પરંતુ તેનું નામ જાહેર કર્યું નથી. એપ્પલ ઘણી બધી કંપનીઓ પાસેથી બેટરી ખરીદે છે.