બ્લેકબેરી સાથે સંકળાયેલી સુરક્ષા મામલે અમેરિકા સતત ભારત, સંયુક્ત અરબ અમીરાત અને સાઉદી અરબના સંપર્કમાં છે. આ દેશોએ બ્લેકબેરીના સંદેશ અને ચેટ જેવી સેવાઓને રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય જણાવ્યો છે.
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા પી જે ક્રાઉલે પત્રકારોને જણાવ્યું હતું કે આ મુદ્દો અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સાથે સંકળાયેલો છે. આ મામલે અમે આ દેળોની સરકારો સાથે સંપર્કમાં છીએ.
વધુમાં ક્રાઉલે જણાવ્યું હતું કે અમે એ બાબત જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે તેમની ચિંતાનો મુદ્દો શુ છે. અમે દેખવા માંગીએ છીએ કે આ બાબતનો પ્રભાવ શુ છે.
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ભારત સરકારે કેનેડાની કંપની રિસર્ચ ઇન મોશન (રિમ)ને જણાવ્યું છે કે તે ભારતમાં બ્લેક બેરીની તમામ સેવાઓ પર નજર રાખવાની મંજૂરી આપે.
બીજી બાજુ સાઉદી અરબે સ્થાનીય મોબાઇલ કંપનીઓને બ્લેકબેરીની સેવાઓ સ્થગિત કરી દેવાની સૂચના આપી છે. સાઉદી અરબનું કહેવુ છે કે બ્લેકબેરી જરૂરી નિયમોને પુર્ણ નથી કરી શકી. ગયા રવિવારે સયુંક્ત અરબ અમિરાતે બ્લેકબેરીની કેટલિક સેવાઓ જેવીકે મેસેંજર, ઇમેલ અને વેબ બ્રાઉઝિંકને 11મી ઓક્ટોબરથી સ્થગિત કરી દેવાની જાહેરાત કરી હતી.