અમેરિકન મેગેઝિન પ્રકાશકો માટે એક ખુશીના સમાચાર છે. પબ્લિશર્સ ઈન્ફોર્મેશન બ્યૂરોની તાજા અહેવાલ અનુસાર વર્ષ 2010ની બીજી ત્રિમાસીમાં છેલ્લા બે વર્ષ બાદ પહેલી વાર એડ રેવન્યૂ અને જાહેરાતોના પાનામાં વધારો નોંધાયો છે. અહેવાલ અનુસાર વર્ષની બીજી ત્રિમાસીએમાં મેગેઝિનની એડ રેવન્યૂ 5.7 ટકાના દરે વધીને 5.2 બિલિયન ડોલર થઈ ગઈ છે.
મેગેઝિન પબ્લિશર્સ ઓફ અમેરિકાની પ્રેસિડેન્ડ અને સીઈઓ નીના લિંકે જણાવ્યું હતું કે ‘જાહેરાતની સંખ્યામાં વધારો થવાથી બીજી ત્રિમાસીમાં મેગેઝિનને ખૂબ ફાયદો થઈ રહ્યો છે.’ મેગેઝિનમાં આવનાર 12 મુખ્ય જાહેરાતમાંથી 6 જાહેરાતોમાં રેવન્યૂ ખૂબ વધ્યો છે.
વર્ષ 2007 બાદ આવું પહેલીવાર થયું છે જ્યારે ઓટો સાથે જોડાયેલ જાહેરાતથી મળનાર રેવન્યૂ અને જાહેરાતવાળા પાનાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. એમપીએનું કહેવું છે કે અમેરિકામાં 130 પત્રિકાઓની જાહેરાતના પાનાઓમાં વધારો થયો છે.