આઈએનએક્સ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ હવે 9X મીડિયાના નામથી ઓળખવામાં આવશે. નામ અનુસાર જ કંપનીના લોગોને પણ તૈયાર કરવામાં આવ્યું છે.
કંપની તરફથી જાહેર કરવામાં આવેલ એક સૂચિ અનુસાર કંપનીનું આ પગલું કંપનીના પુનર્ગઠનનો એક ભાગ છે.
9X મીડિયાના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર ભુપેન્દ્ર મખીએ જણાવ્યું હતું કે, કંપનીની નવી ઓળખ તેના પુનર્ગઠનનો એક ભાગ છે. જેનાથી દેશના અગ્રણી હિન્દી મ્યુઝિક ચેનલ 9X ને વધારે મજબૂત બનાવી શકીશું. અમારી યોજના મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં પોતાના નેટવર્કનો વિસ્તાર કરવાની છે.