પ્રવાસીના શુષ્ક પ્રતિસાદને પગલે અને મેસર્સ કેએપીએલ દ્વારા અંધેરી અને ચર્ચગેટ સ્ટેશને સેવા બંધ કરવાને કારણે મહત્વાકાક્ષી ગો મુંબઈ કોન્ટેકટલેસ સ્માર્ટ કાર્ડ બંધ કરવાનું નક્કી થયું છે.પશ્ચિમ રેલવેના ઉપનગરીય વિભાગમાં ૨૮ ડિસેમ્બરથી આ સેવા બંધ થશે.
આ મુજબ પેઢીને ૧૦-૮-૨૦૧૦ અને ૧૦-૧૧-૨૦૧૦થી અનુક્રમે ત્રિમાસિક અને માસિક પાસ આપવાનું બંધ કરવા કહેવાયું છે. ઉપરાંત ઈ-પર્સ પર ટોપ અપ્સ અને કાર્ડ જારી કરવાનું ૨૦-૧૨-૨૦૧૦થી બંધ કરવાનું કહેવાયું છે.
આ પ્રકલ્પ ૨૮-૧૨-૨૦૧૦થી સમેટી લેવાશે. ૧૧-૧૨-૨૦૧૦થી અંત સુધીના સમયમાં દાવાની પતાવટ તથા પ્રવાસીઓનાં લેણાં પાછાં આપવામાં આવશે, એમ પશ્ચિમ રેલવેનાં સૂત્રોએ જણાવ્યું હતું.