પત્રકાર વિનોદ મહેતાએ તાજેતરમાં મુંબઈ ખાતે એક સામયિકના પંદર વર્ષ પૂરા થવા નિમિતે યોજાયેલી પાર્ટીમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે રાજકીય હસ્તિઓની કેટલીક અંતરંગ વાતો લોકો સમક્ષ મુકી હતી. જેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની વિનોદવૃત્તિ પર પણ પ્રકાશ પાડ્યો હતો.
વિનોદ મહેતાએ દાવો કર્યો હતોકે, વર્ષ 2003માં તેઓ તત્કાલિન વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સાથે બેઠા હતા. એ સમયે વાજપેયીએ કહ્યુંહ તુંકે, હમણા જ્યોર્જનો ફોન આવવાનો છે. ત્યારે કુતૂહલવશ પુછ્યું હતુંકે, જ્યોર્જ ફર્નાન્ડિસ ? જોકે, વાજપેયીએ કહ્યું હતુંકે, જ્યોર્જ બુશનો ફોન આવવાનો છે. થોડા સમય પછી તેઓ વાત કરી પરત ફર્યા હતા. જ્યારે વિનોદ મહેતાએ પુછ્યું કે શું કહે છે બુશ ? ત્યારે વાજપેયીએ જણાવ્યું હતુંકે, અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ ઈચ્છે છેકે ભારત ઈરાકમાં સૈનિકો મોકલે.
ભૂતપૂર્વ વડાપ્રધાન વાજપેયીની સાથેની વાતોને વાગોળતા વિનોદ મહેતાએ કહ્યુંહતુંકે, વાજપેયી ભારે રમૂજી હતા. તેઓ અવારનવાર મળતા હતા અને તેમની સાથે હળવી વાતો અને જોક્સ થતા રહેતા હતા. પરંતુ, એક દિવસ જ્યારે વિનોદ મહેતા વાજપેયીને મળવા પહોંચ્યા ત્યારે વાજપેયી મૂડમાં જણાતા ન હતા. જ્યારે, વિનોદ મહેતાએ ઉદાસીનું કારણ પુછ્યું, ત્યારે વાજપેયીએ કહ્યું હતુંકે, તું જઈશ પછી જયલલિતા આવવાના છે.