- જે ડેની હત્યા અંગે ચોંકાવનારો ખુલાસો
- અંડરવર્લ્ડ ડોન છોટા રાજને પોતાની ભૂલ કબૂલી
- મુંબઇના વરિષ્ઠ પત્રકાર હતા જ્યોતિર્મય ડે (જે ડે)
અંડરવર્લ્ડ ડોન છોટા રાજને વરિષ્ઠ પત્રકાર જ્યોતિર્મય ડે (જે ડે)ની હત્યા કરાવવાની પોતાની ભૂલ કબૂલી લીધી છે. તાજેતરમાં એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં છોટા રાજને જણાવ્યું હતું કે પત્રકાર હોવાને નાતે જે ડેને સમાચાર લખવાની સ્વતંત્રતા હતી, પણ ગુસ્સેમાં આવીને મેં તેની હત્યા કરાવવા અંગેની સોપારી આપી હતી, જે મારી ભૂલ હતી.
છોટા રાજનનું કહેવું છે કે તેણે બે કારણોસર જે ડેની હત્યા કરાવી છે. પહેલું કારણ એ છે કે જે ડે સતત તેની વિરૂદ્ધ લખી રહ્યા હતા અને બીજું કારણ એ કે છોટા રાજનને એવી માહિતી મળી હતી કે જે ડે દાઉદ ઇબ્રાહિમ માટે કામ કરી રહ્યો છે.
છોટા રાજનના જણાવ્યા અનુસાર તેણે એક વખત જે ડેને ફોન કરીને પૂછ્યું હતું કે તે આખરે તેની વિરૂદ્ધના સમાચાર કેમ લખે છે ત્યારે જે ડેએ છોટા રાજનને લંડનમાં મળવા માટે જણાવ્યું હતું. છોટા રાજને લંડનમાં જે ડેને મળવાનું નક્કી કર્યું હતું. દરમિયાન આ સમયગાળા વચ્ચે જ તેના બાતમીદારોએ તેને ખબર આપી કે જે ડેને છોટા શકીલના લોકો સાથે જોવામાં આવ્યો છે.
નોંધનીય છે કે મુંબઇના વરિષ્ઠ પત્રકાર જે ડેની 11મી જૂનના રોજ મુંબઇના પવઇ વિસ્તારમાં જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે આ હત્યાકેસમાં શૂટર સતિષ કાલિયા સહિત સાત લોકોની ધરપકડ કરી છે. છોટા રાજનની ગેંગ સાથે સંકળાયેલા આ શૂટરોએ પોલીસ તપાસ દરમિયાન કબૂલ્યું હતું કે તેમણે છોટા રાજનના કહેવાથી જ જે ડેની હત્યા હતી.
મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.