- મુંબઇ મનપાની ચૂંટણીનું પ્રચાર યુદ્ધ જામ્યું, બન્ને ભાઇઓ સામસામે
શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મુંબઇ મનપા પર ફરી એકવાર ભગવો લહેરાવાનું એલાન કરતાં પોતાના પિતરાઇ ભાઇ રાજ ઠાકરેનું નામ ન લેતા તેને નાલાયક અને ગદ્દાર કહ્યા છે. તેણે રાજ ઠાકરે પર ભગવા ઝંડા સાથે ગદ્દારી કરવાનો આરોપ લગાવતા કહ્યું કે મુંબઇ મનપાની સત્તા એક વાર ફરી મેળવીને તેને શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેને જન્મદિવસની ભેટ રૂપે અપાશે.
પશ્ચિમ ઉપનગર ગોરેગાંવ વિસ્તારમાં તેણે મુંબઇ મનપાના ચૂંટણી પ્રચારનો શંખનાદ કરતા રાજ ઠાકરેથી લઇને ઉપ મુખ્યમંત્રી અજિત પવાર સુધીના તમામ નેતાઓ પર આકરા પ્રહારો કર્યા. ઉદ્ધવે પોતાના ભાષણમાં રાજ્યમાં સત્તારૂઢ પક્ષ કોંગ્રેસ અને એનસીપીને પણ ઘણું સંભળાવ્યું. - મોદી પણ લગાવે છે હોર્ડિંગ પોસ્ટર્સ
મુંબઇ મનપાની ચૂંટણી પહેલા સમગ્ર શહેરમાં શિવસેના તરફથી હોર્ડિંગ લગાવાયા છે. જેમાં ઉદ્ધવ ઠાકરેનો મોટો ફોટો છે અને મોટા અક્ષરોમાં લખ્યું છે કે 'કર દિખાયા'. ઉદ્ધવના આ હોર્ડિંગમાં મુંબઇ મનપા દ્વારા કરાયેલા કોઇને કોઇ કામનો ઉલ્લેખ છે. ઉદ્ધવના આ હોર્ડિંગ પર કટાક્ષ કરતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ ઘણો વિકાસ કર્યો છે પરંતુ તેણે આ પ્રકારના હોર્ડિંગ્સ લગાવી પોતાના કામનો ઢંઢેરો નથી પીટ્યો.
રાજના આ કટાક્ષનો જવાબ આપતાં ઉદ્ધવે કહ્યું હતું કે હવે પોતાના કામને લોકો સુધી પહોંચાડવા માટે પોતે જ ઢંઢેરો પીટવો જરૂરી થઇ ગયો છે.
- શિવસેના પ્રમુખે ઠુકરાવ્યું હતું મુખ્યમંત્રીપદ
મંગળવારે શિવસૈનિકોને સંબોધિત કરતી વખતે ઉદ્ધવ ઘણા ભાવુક નજરે પડ્યા હતા. આ જ કારણોસર તે પોતાના ભાષણ દરમિયાન મંચ સામે બેઠેલા શિવસૈનિકો સામે નતમસ્તક થઇ ગયા. તેણે ખુલાસો કર્યો કે ભૂતપૂર્વ મુખ્યંમત્રી સુધાકર નાઇકે એકવાર શિવસેના પ્રમુખ બાલ ઠાકરેને મુખ્યંમત્રી બનવાનું સૂચન કર્યું હતું અને સંપૂર્ણ મદદની ખાતરી પણ આપી હતી પરંતુ ત્યારે ઠાકરેએ મુખ્યમંત્રીપદ ઠુકરાવી દીધું હતું.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.