મહાનગરપાલિકા દ્વારા અનન્ય કામગીરી બદલ વર્ષ ૨૦૦૯-૧૦ માટે શિક્ષકોને અપાનારા મેયર પુરસ્કારમાં બે ગુજરાતી શિક્ષકનો પણ સમાવેશ થાય છે.
શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે અનન્ય યોગદાન આપવા બદલ મહાનગરપાલિકા તરફથી દર વર્ષે મેયર પુરસ્કાર આપવામાં આવે છે. શિક્ષક દિને આ પુરસ્કાર અપાય છે, જે આ વર્ષે ૫ સપ્ટેમ્બરે નિધૉરિત છે.
આ વખતે કુલ ૫૦ શિક્ષકોની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આ તમામ અનુદાનિત અને બિનઅનુદાનિક ખાનગી શાળાના શિક્ષકો છે, એમ મેયર શ્રદ્ધા જાધવે જણાવ્યું હતું.
આ તમામ શિક્ષકોને ચેમ્બુર હાઈસ્કૂલ ડૉ. કેશવરાવ હેગડેવાર સભાગૃહ ખાતે તા. ૫ સપ્ટેમ્બરને શિક્ષક દિનના રોજ ખાસ સમારંભમાં સન્માન કરીને એવોર્ડ આપવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
આ શિક્ષકોમાં બે ગુજરાતી શિક્ષિકાનો પણ સમાવેશ થાય છે. ઈ વોર્ડની કામાઠીપુરા મનપા ગુજરાતી શાળાના દુરરિયા સુત્તરવાલા અને કે/પ વોર્ડની પોશાનાખવા મનપા શાળાનાં દિવ્યકાંતા કે. જેઠવાનો સમાવેશ થાય છે.