ભાંડુપમાં ટેક્સટાઈલના વેપારી પાસેથી R ૭૫ લાખની ખંડણી માગવા સંબંધે પોલીસે બે મહિલા સહિત ત્રણ જણની ધરપકડ કરી છે.
ભાંડુપ પશ્ચિમમાં મણિલાલ દુર્લબજી કમ્પાઉન્ડમાં ગારમેન્ટ હાઉસ ખાત આ ઘટના બની હતી, જેમાં વેપારી રવીંદ્ર પંડિતની ફરિયાદ પરથી પોલીસે મુકેશ બરાણી, મેહરબાનુ પટેલ,. જયોતિ લબિરંગીની અટક કરી હતી.
પંડિતની ફરિયાદ મુજબ આરોપીઓ તેમની ઓફિસમાં ઘૂસી આવ્યા હતા. જગ્યા ખાલી કરવા માટે R ૭૫ લાખની માગણી કરી હતી. વેપારી પાસે કોરા ચેક ઉપર સહી પણ કરાવી લીધી હતી.
જોકે બાદમાં ચેક નહીં ચાલે, રોકડ આપો એવું કહીને તેની મારપીટ કરી હતી. ઓફિસમાં સામાનની ભાંગફોડ પણ કરી હતી.
વેપારીએ આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે મુલુંડના એક આરોપીની શોધ આદરવામાં આવી હતી.