- લોકો મને ખતમ કરવાની ભાષા બોલવા લાગ્યા છે, એ અધિકાર ફક્ત કોંકણી માણસને છે, કાવતરાખોરોને નહીં, એમ ઉદ્યોગ પ્રધાને કહ્યું હતું
સિન્ધુદુર્ગમાં નગર પાલિકાઓનું પરિણામ આવી જવાથી અનેકોમાં ઉત્સાહ ફૂટી નીકળ્યો છે અને મને ખતમ કરવાની ભાષા બોલવા લાગ્યા છે, પણ એવો અધિકાર ફકત કોંકણી માણસને જ છે, કાવતરાખોરોને નહીં અને આ કંઈ પહેલી કે આખરી ચૂંટણી નથી. હું દરેકને સમાપ્ત કરીને ટકી રહીશ, એવા શબ્દોમાં રાજ્યના ઉદ્યોગ પ્રધાન નારાયણ રાણેએ મંગળવારે તેમના વિરોધીઓને ફટકાર્યા હતા.
સિન્ધુદુર્ગમાં સાવંતવાડી, વેન્ગુલૉ અને માલવણની નગર પાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસના નારાયણ રાણેનું સૂરસૂરિયું થયું છે.
આવા સંજોગોમાં મંગળવારે નાગપુરમાં એક પત્રકાર પરિષદમાં રાણેએ ક્યારેક આક્રમક, ક્યારેક ખરાબ લાગે એવી તો ક્યારેક ટોચે તેવી ભાષાનો ઉપયોગ કરતાં મિડિયા, વિરોધ પક્ષો અને કોંગ્રેસી નેતા ઉપર પણ પ્રહારો કર્યા હતા. પોતે મેદાનની બહાર ફેંકાઈ ગયા તેનું દુ:ખ વિરોધીઓને નથી, પણ નારાયણ રાણેનો પરાજય થયો તેમાં જ આનંદ થયો છે. બીજા અનેક નેતા હારી ગયા પણ બાતમી એકલા રાણેની જ ચગી હતી, એમ તેમણે વધુમાં કહ્યું હતું. શાંત રહેવાની રાજ ઠાકરેની સલાહને હું માન્ય કરું છું, એમ તેમણે કહ્યું હતું.
કોંકણી માણસ જ મને રાજકારણમાં લાવ્યો છે -
હું કોંકણી માણસનું કહેવું સાંભળું છું. કોંકણી માણસ જ મને રાજકારણમાં લાવ્યો છે, પણ મને ખતમ કરવાની ભાષા બોલનારા જે લોકો છે તેમને હું ફકત એટલું જ કહેવા માગું છું કે આ પહેલી કે છેલ્લી ચૂંટણી નથી. મારું રાજકારણ ખતમ કરવાનો અધિકાર ફકત કોંકણી માણસને છે, કાવતરાં કરનારાઓનો નહીં. જે દિવસે જનતાનો મારો ટેકો ઘટી જશે ત્યારે હું રાહ જોઈને બેસી નહીં રહું, ખુરશીને ચીટકી નહીં બેસું. રાજકારણ મારો ઓિકસજન નથી, પણ મારે કારણે અનેક લોકોની ગાડી ચાલે છે એટલે તે લોકોએ તેમની ચિંતા કરવી, એવો ફટકો પણ તેમણે વિરોધીઓને માર્યો હતો.
Top News
Interesting News
Most Read