મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ માટે પક્ષની પ્રચારસભા યોજવા શિવાજી પાર્ક મેદાન મેળવવા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ વડી અદાલતમાં કરેલી અરજી ૧૩ શુક્રવારે ન્યાયમૂર્તિઓએના મંજુર કરી હતી.
મનસેએ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ માટે પ્રચારસભા માટે ૧૩ ફેબ્રુઆરીએ શિવાજી પાર્ક મેદાન મેળવવા મુંબઈ મહાનગરપાલિકાને ૩૫ અરજીઓ કરી. પરંતુ તેનો જવાબ નહીં મળતા પક્ષે વડી અદાલતમાં અરજી કરી હતી.
મહાનગરપાલિકાના વહીવટી તંત્રે નિયમોના બંધનને કારણે મનસેને શિવાજી પાર્કમાં જાહેરસભા યોજવાની પરવાનગી નકારી હોવાનું જણાવ્યું હતું. અદાલતે ધ્વનિ પ્રદૂષણના કારણસર શિવાજી પાર્કમાં જાહેરસભા યોજવા પર પતબિંધો મૂક્યો હોવાથી હવે ત્યાં પ્રચારની સભાઓ માટે પરવાનગી આપી શકાય એમ નથી, એમ હાઈકોર્ટે જણાવ્યું હતું.
તો અમે રસ્તા પર જાહેર સભાઓ કરીશું: રાજ
દરમિયાન કોર્ટમાં અરજીની સુનાવણી વેળા વિરોધ કરનાર ગૃહ ખાતાની ટીકા કરતાં મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે અન્ય પક્ષોને સભા લે છે તે બાબતે ગૃહ ખાતાને વાંધો નથી. તો અમારી સભા સામે જ વાંધો કેમ છે? તો અમે રસ્તા પર જ જાહેર સભા લઈશું. બીકેસીમાં સભા લેવાનો વિકલ્પ છે પણ ત્યાં સુધી લોકો પહોંચવા માટે આનાકાની કરે છે. વળી, ત્યાં મેદાન માટે લાખ્ખો રૂપિયા એમએમઆરડીએને ભરવા પડે છે. તે વળી પછી ચૂંટણી ખર્ચમાં ઉમેરો થશે. આ બધું શું ગૃહ ખાતું સમજતું નથી? તો પછી ચૂંટણી જ શા માટે યોજવાની, એવો સવાલ પણ તેમણે કર્યો હતો.