પિંપરી દેહુ રોડ ખાતે યુનાઈટેડ બેન્કના ચીખલી સ્થિત એટીએમ કેન્દ્રમાં આખું મશીન લૂંટી ગઈકાલે મધરાત્રે ઉપાડી ગયા હગતા. તેમાં R ૭.૬૦ લાખની રોકડ હતી.
ઉપ પ્રાદેશિક પરિવહન કચેરી નજીક આ એટીએમ કેન્દ્ર છે. આ કેન્દ્ર પર સુરક્ષા રક્ષકોની નિમણુંક કરવામાં આવી નહોતી. એટીએમ મશીનમાં જ સીસીટીવી કેમેરા અને ચિત્રીકરણ થતી ચપિ (હાર્ડ ડસ્કિ) હતી. બીજો સીસીટીવી કેમેરા લૂંટાઓએ બેનર ઢાંકીને વાયર તોડી નાખતાં તેમાં કશું જ મઢાયું નહોતું.
બેન્કે એટીએમ કેન્દ્રની દેખભાળ માટે ખાનગી કંપનીને કોન્ટ્રાકટ આપ્યા છે. તે કંપનીના અધિકારી પ્રશાંત શિંદેએ હિંજવડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આપેલી માહિતી અનુસાર બેન્કે આ સ્થળે એક મહિના પૂર્વે આ સુવિધા ઉપલબ્ધ કરાવી આપી હતી. મશીન સાથે કેમેરા અને હાર્ડ ડિસ્ક લૂંટાઓ લઈ ગયા હોવાથી પગેરું મેળવવાનું કામ મુશ્કેલ બની ગયું છે.
આ બાબતે પોલીસ ઈન્સ્પેકટર રાજેંદ્ર પાટીલે જણાવ્યું હતું કે બેન્કે કોઈ પણ યોજના શરૂ કરે ત્યારે અમને જા કરવી જોઈએ. આ કિસ્સામાં અમને એટીએમ શરૂ કરવામાં આવ્યું છે તેની જાણ જ નહોતી. વળી, સુરક્ષા રક્ષક પણ રાખ્યો નહોતો. એ જ રીતે મશીન જમીનમાં સ્ક્રુની મદદથી ટાઈટ કરવું આવશ્યક હતું તે પણ કરાયું નહોતું. આને કારણે લૂંટારાઓનું કામ આસાન બની ગયું હતું. ઘટનાસ્થળે શ્વાનપથક અને ફિંગરપ્રિંટ્સ નિષ્ણાતોને લાવવામાં આવ્યાં હતાં. જોકે કશું નક્કર મળ્યું નહોતું.
આ વિસ્તારની બીજી ઘટના
બે મહિના પૂર્વે ચીખલીમાં જ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના બે એટીએમમાંથી એક ખરાબ છે એવું કહીને સફાઈ કર્મચારીએ નાગરિકોનો પિન કોડ ચોરીને મહિના સુધી પૈસા કાઢયા હોવાનું બહાર આવ્યું હતું. આ પ્રકરણે સુરેશ સાળુંખે, દત્તા જાધવ, દગિંબર શિંદેની ધરપકડ કરી હતી.
પોણાબે વર્ષ પૂર્વે કાસારવાડીમાં સુરક્ષા રક્ષકની મારપીટ કરીને યુનિયન બેન્કનું R ૬.૫૦ લાખની રોકડ ધરાવતું એટીએમ મશીન ઉઠાવી લઈ જવાયું હતું. દોઢ વર્ષ પછી આ કેસના આરોપી પકડાયા હતા. એપ્રિલ ૨૦૧૧માં એક જ રાતમાં પિંપરીની બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનાં એટીએમ ફોડીને લૂંટ ચલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો.