પુણેમાં દગિરજવાડી ખાતે આવેલી જિલ્લા પરિષદની પ્રાથમિક શાળામાં ભણાવતી એક શિક્ષિકા પાસે સેક્સની માગણી કરવા બદલ શાળાના આચાર્યની શિક્રાપુર પોલીસ દ્વારા ગુરુવારે ધરપકડ કરવામાં આવી છે.
શાળાના આચાર્ય હનુમંત હરેલે (ઉં.વ.૪૦) આઠમી માચેઁ મહિલાદિવસની ઉજવણી અંગે ચર્ચા કરવા માટે ચોથી માચેઁ એક બેઠક યોજી હતી. ચર્ચા પૂરી થયા બાદ હનુમંતે શિક્ષિકા સાથે અશ્લીલ ભાષામાં વાત કરી હતી અને સેક્સની માગણી કરી હોવાની શિક્ષિકા દ્વારા પોલીસસમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભારતીય ફોજદારી કાયદાની કલમ ૫૦૯ હેઠળ હનુમંતની ધરપકડ કરવામાં આવી છે.