સાર્વજનિક ગણેશોત્સવોની મૂર્તિઓની ઊંચાઈ ૧૮ ફૂટથી વધુ નહીં રાખવાનો નિર્ણય મૂર્તિકારોએ લીધો છે. એ બાબતે ગણેશોત્સવ મંડળોના કાર્યકરો, ભાવિકો, જાહેર જનતાના અભિપ્રાયો બ્લોગ પર ૨૯ ફેબ્રુઆરી સુધીમાં મગાવાયા છે.
બૃહદ મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ આ બાબતે લોકમત મેળવવાના પ્રયત્નો વિવિધ સ્તરે હાથ ધર્યા છે.
સમન્વય સમિતિએ પણ એવું જાહેર કર્યું છે કે ‘‘ગણેશોત્સવમાં સાર્વજનિક મંડળોમાં મૂર્તિઓની ઊંચાઈ આખા ભારતમાં અને અન્ય દેશોમાં પણ ખાસ આકર્ષણરૂપ બની છે. તેમ છતાં ઊંચાઈની મર્યાદા બાંધવી અનિવાર્ય છે.’’
મૂતિકાર સંઘે ગણેશોત્સવ મંડળો માગણી કરે તોય તેમનો નિર્ણય નહીં બદલવાની જાહેરાત કરી છે. દરમિયાન સાર્વજનિક ગણેશોત્સવ મંડળ સમન્વય સમિતિએ જણાવ્યું હતું કે‘‘મૂર્તિઓની ઊંચાઈ બાબતે આખરી નિર્ણય માટે અમારા મુખ્ય સલાહકાર જયોતભિૉસ્કર જયંતરાવ સાળગાંવકરના વડપણમાં પ્રતિષ્ઠિત મહાનુભાવોની સમિતિ નીમવામાં આવી છે.
આ બાબતે અંતિમ નિર્ણય આ મહાનુભાવોની સમિતિની બેઠકમાં લેવાશે.’’ સમન્વય સમિતિના અધ્યક્ષ નરેશ દહિબાવકરે વધુમાં જણાવ્યું હતું કે ‘આ ઉપક્રમના ટેકનિકલ પાસાની જવાબદારી ‘ટેકનોવિટ ટેક્નોલોજી’ સંભાળશે.