કાયદો અને વ્યવસ્થાનું કારણ આપી પોલીસ અને હાઈકોર્ટે આ પરવાનગી ફગાવી દીધી હતી
શિવાજી પાર્ક પર સભા યોજવાની મંજુરી આપવા માટે મનસેએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પણ ગુરુવારે ફગાવી દેવામાં આવી હતી. અગાઉ હાઈકોર્ટે રાજ ઠાકરેને મંજુરી નકારી કાઢી હતી, જેની સામે મનસેએ સુપ્રીમમાં અપીલ કરી હતી.અગાઉ શિવસેના ભવન સામે સભા યોજવામાં પોલીસે નકારેલી પરવાનગીને કારણે હવે મનસે અધ્યક્ષ રાજ ઠાકરે પાસે ચૂંટણી પ્રચાર માટે સમાપન સભા યોજવા વરલી ખાતેનું જાંબોરી મેદાનનો માત્ર એક જ આધાર બાકી રહ્યો છે.
શિવાજી પાર્ક મેદાનમાં સભા લેવા નકારાતાં હવે અમે શિવસેના ભવન સામે રસ્તા પર સભા યોજીશું એવી ચીમકી રાજ ઠાકરેએ અગાઉ આપી હતી. શિવાજી પાર્ક પોલીસ સ્ટેશન પાસે પરવાનગી પણ માગી હતી, પરંતુ કાયદો અને સુવ્યવસ્થાનું કારણ આપી પોલીસે આ પરવાનગી ફગાવી દીધી હતી.