પુણે: નાટક અને ફિલ્મ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી પૂરી થયાનું ધ્યાનમાં આવતાં સેક્સ રેકેટ ચલાવનારી મરાઠી અભિનેત્રી પદ્મજા બારટની પુણે પોલીસે મંગળવારે ધરપકડ કરી હતી. હાલમાં જ હિંદી ટીવી સિરિયલ અભિનેત્રી અઝહરા જાન ઉર્ફે ઝારા બાદ અભિનેત્રીને સાંકળતો આ બીજો કિસ્સો છે.
પદ્મજા બાપટ સાથે અન્ય બે જણને પણ અટકમાં લેવાયા છે. પદ્મજા બારટ ૫૪ વર્ષીય અભિનેત્રી ૮૦ અને ૯૦ના દાયકામાં મરાઠી નાટક અને ફિલ્મોમાં કામ કરતી હતી. જોકે ત્યાર બાદ તેને મરાઠી રંગભૂમિ પર તક મળી નહોતી. આ પછી તેણે માર્ગ બદલ્યો હતો અને સેક્સ રેકેટ ચલાવવાનું શરૂ કર્યું હતું.
આ પૂર્વે તે કોલ્હાપુર ખાતે રહેતી હતી. જોકે ફિલ્મી દુનિયામાંથી એક્ઝિટ સહન નહીં થતાં અને રૂઆબ તથા પૈસો મેળવવા માટે તેણે સેક્સ રેકેટનો માર્ગ અપનાવ્યો હતો.તેણે પુણેમાં ઉદ્રી નામના ભદ્ર વિસ્તારોમાં એક આલીશાન રો હાઉસ ભાડે લીધું હતું. આ જ રો હાઉસમાં તે પોતાનો દેહવ્યાપાર નો ધંધો ચલાવતી.