Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Maharashtra >> Latest News >> Mumbai
 

શાળાઓ પોતે જ ફી નક્કી કરે, સરકાર નહીં: હાઈકોર્ટ

 
Source: Bhaskar News, Mumbai   |   Last Updated 1:55 AM [IST](02/09/2010)
 
 
 
 
 
ખાનગી શાળાઓની ફી નક્કી કરવાનો હક સરકારને નહીં, શાળાઓને જ છે, એવો મહત્વપૂર્ણ ચુકાદો મુંબઈ વડી અદાલતે બુધવારે આપ્યો હતો. રાજ્ય સરકારે ૧૫ જુલાઈએ ખાનગી શાળાઓમાં ફી વૃદ્ધિના વિરોધમાં શાસન નિર્ણય (જી.આર) બહાર પાડ્યો હતો.

રાજ્ય સરકારના આ જી.આર.ને ખાનગી શાળાઓએ વડી અદાલતમાં પડકાર્યો હતો. એ પડકાર અરજીની બુધવારે કરાયેલી સુનાવણીમાં ખાનગી શાળાઓની ફી નિયંત્રિત કરવાનો હક સરકારને નહીં પણ ખાનગી શાળાઓને હોવાનું અદાલતે ચુકાદામાં જણાવ્યું અને સાથે ૧૫ જુલાઈએ સરકારે બહાર પાડેલો જી.આર. રદ કર્યો.

હવે ખાનગી શાળાઓની ફી પર નિયંત્રણ માટે એક પણ કાયદો નથી. દરમિયાન છેલ્લા અઢી મહિનાથી પુણેની રોઝરી સ્કૂલે કરેલા ફી વધારા સામે વાલીઓએ જોરદાર આંદોલનો કર્યા હતાં.

ફી વધારો રદ કરાવવા માટે વાલીઓએ ઉપવાસ કર્યા હતા. ત્યાર પછી રાજ્યના શિક્ષણ નિયામક (માધ્યમિકા) ભાલચંદ્ર દેસલે, રોઝરી સ્કૂલ સંસ્થાના મંત્રી વિનય આરાણા અને વાલીઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં ફી વધારો પાછો ખેંચવાનો નિર્ણય લેવાયા હતો. બેઠક બાદ રોઝરી સહિત મહારાષ્ટ્રની ખાનગી શાળાઓએ વડી અદાલતમાં અરજી કરી હતી.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.