પુણેના રસ્તા પર રમખાણ મચાવનારા એસ.ટી. ડ્રાઈવર સંતોષ માનેના કેસમાં નાટયાત્મક વળાંક આવ્યો હતો. ફર્સ્ટ કલાસ જયુડિ.મેજિસ્ટ્રેટ ઉમેશચંદ્ર મોરેએ પોલીસ તપાસ અધિકારીને કોર્ટ સમક્ષ ખોટી માહિતી રજુ કરવા બદલ શો- કોઝ નોટિસ ફટકારી હતી. નોટિસ મુજબ પોલીસ કમિશનર મારફત સંતોષ માનેની માનસિક અવસ્થા અંગે ખોટી માહિતી રજુ કરવાની બાબતનો જવાબ આપવા જણાવ્યું છે.
નોટિસ મુજબ ૨૬મી જાન્યુ.એ સંતોષ માનેને તા. ૩જી ફેબ્રુ.સુધી પોલીસ કસ્ટડી અપાઈ હતી, જ્યારે તા. ૨૮મીએ તપાસ અધિકારીએ માનેની માનસિક હાલતની જાણકારી માટે માનસિક હોસ્પિટલમાં અરજી કરી હતી જે મુજબ સંતોષને તપાસ માટે તા. ૧લી ફેબ્રુ. સુધી માનસિક હોસ્પિટલમાં મોકલી અપાયો હતો. આ મુદત બાદમાં વધારીને તા. ૬ ફેબ્રુ. સુધી કરી હતી.
જોકે તપાસ અધિકારીએ તા. ૨૫મી જાન્યુઆરીનું મનોચિકિત્સક મંજુરીનું કોર્ટ દ્વારા અપાયેલું સર્ટિફિકેટ રજુ કર્યું હતું, પરંતુ ૨૮મી જાન્યુઆરીએ કરેલી અરજીમાં તા. ૨૭મી જાન્યુઆરીનો તબીબી તપાસનો અહેવાલ રજુ કરવામાં આવ્યો નહોતો.