નાશિકના શિરડી સ્થિત વિખ્યાત ધર્મસ્થળ શ્રી શિરડી સાઈબાબા મંદિર R ૩૨ કરોડના ઝવેરાત અને R ૪,૨૭,૧૭,૦૨,૯૨૯ના રોકાણ સાથે મહારાષ્ટ્રમાં સૌથી ધનાઢ્ય મંદિર બની ગયું છે.
શ્રી સાઈબાબા સંસ્થા ટ્રસ્ટ (શિરડી)નો વહીવટ વ્યવસ્થાપન સમિતિ દ્વારા કરવામાં આવે છે, જેની રચના ૨૩ ઓગસ્ટ, ૨૦૦૪ના રોજ મહારાષ્ટ્ર સરકારે કરી છે. સંસ્થાન પાસે આજે R ૫૧,૭૧,૦૦,૧૦૦ના કિસામ વિકાસ પત્ર છે. R ૪૮,૧૫,૫૩,૦૦૦ના ભારત સરકારના આઠ ટકાના બચત બોન્ડ, મહારાષ્ટ્ર જીવન પ્રાધિકરણના R ૮ કરોડના રિડીમ ન કરી શકાય એવા બોન્ડ અને વિવિધ રાષ્ટ્રીયકૃત બેન્કોમાં R ૩,૧૯,૩૦,૪૯,૯૨૯નાં રોકાણો છે. તેની પાસે ટ્રસ્ટ કોપસ ફંડ તરીકે R ૪૭,૮૨,૩૧,૮૩૫.૬૪ છે.
સંસ્થાન પાસે સોના સહિત R ૨૪,૪૧,૧૦,૬૪૦નાં આભૂષણો, R ૩,૨૬,૧૯,૧૫૨ની ચાંદી, R ૬,૧૨,૩૧૭ના ચાંદીના સિક્કાઓ, R ૧,૨૮,૮૯,૭૪૯ના સોનાના સિક્કાઓ, R ૧,૧૨,૩૧,૯૦૩ મૂલ્યના સોનાના પેન્ડન્ટ છે, એવું ૨૦૦૯-૧૦ માટેના વાર્ષિક ઓડિટમાં જણાયું છે, એમ સંસ્થાનના ઓડિટર શરદ એસ. ગાયકવાડે જણાવ્યું હતું. આ વાર્ષિક અહેવાલ ડિસેમ્બર ૨૦૧૦ના વિધાનમંડળના શિયાળુ સત્ર દરમિયાન ગૃહમાં રજુ કરાયો હતો. કુલ આભૂષણો R ૩,૨૩,૫૯,૩૭૨ કરોડનાં છે.
મંદિરની વધારાની આવક ૨૦૦૯-૧૦માં R ૯૪,૬૭,૭૯,૧૪૨ થઈ છે, જે ૨૦૦૮-૦૯માં R ૮૭,૨૨,૭૧,૦૧૨ હતી. ભાડું, બચત બેન્ક ખાતાં, રોકાણ અને દાનના રૂપમાં કુલ આવક R ૧,૬૪,૮૮,૦૧,૦૩૦ હતી, જે ગત વર્ષે R ૧,૫૧,૫૧,૪૩,૫૦૩ હતી. સ્થાવર મિલકતો અને મકાનો R ૭૯,૨૮,૩૦,૯૫ મૂલ્યનાં છે, જેમાં સાઈબાબાની R ૮ લાખની પ્રતિમાનો સમાવેશ થાય છે, એમ અહેવાલમાં જણાવાયું છે.