‘હિન્દુ આતંક’ શબ્દ પ્રયોગ પર ચિંતા વ્યક્ત કરતાં આર.એસ.એસ.ના પીઢ નેતા એમજી (બાબુરાવ) વૈધ્યએ હિન્દુ નેતાઓને આ કલંક ભૂસી નાંખવા અનુરોધ કર્યો હતો.
‘હિન્દુ આતંકવાદને માધ્યમોમાં સ્થાન પ્રાપ્તથયું છે અને કોણે આ શબ્દ પ્રયોગ શોધ્યો તેની કોઇને ખબર નથી. જો કે કેટલાક લોકો તેનો ક્ષેપ એનસીપી નેતા શરદ પવારને આપે છે તથા અન્યોના કહેવા મુજબ કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયની આ દેન છે’’ વૈધ્યએ એક સ્થાનિક મરાઠી દૈનિકમાં આમ લખ્યું છે.
તેમના જણાવ્યા મુજબ સરકારે ગોવા સ્થિત હિન્દુ સંસ્થા અભિનવ ભારત અને સનાતન સંસ્થાની હિંસામાં સંડોવણીના આરોપો મુક્યા છે અને તેના કેટલીક ધરપકડો પણ થઇ છે પરંતુ અત્યાર સુધીમાં કોઇ આરોપીઓને સજા થઇ નથી.
મુસ્લિમોને રાજી રાખવાનો પ્રયાસ
‘હિન્દુ આતંક’ શબ્દ પ્રયોગ હિંદુઓને બદનામ કરીને મુસ્લિમોના મત માટે તેમને રાજી રાખવા કરાય છે અગાઉ જે લોકો કહેતા હતા કે આતંકવાદને ધર્મ સામે કોઇ લેવાદેવા નથી. તેઓજ હવે હિન્દુ સમૂદાયને હિન્દુ આતંક સાથે સાંકળી રહ્યા છે. તેઓ સાબિત કરવા માગે છે કે આતંકવાદ ફક્ત ઇસ્લામ સાથે જ નહીં અન્ય ધર્મો (હિન્દુ) સાથે પણ સંકળાયેલો છે અને આ રીતે તેઓ હિન્દુ સમુદાયને બદનામ કરી રહ્યા છે. તેવું વૈધ્યે પોતાના આર્ટીકલમાં લખ્યું છે.