કાલૉ નજીક શિલાટણે સ્થિત પુણે-મુંબઈ હાઈવે ઉપર ટ્રક લૂંટવા માટે આવેલી શસ્ત્રધારી લૂંટારુ ટોળકીએ પોલીસ સાથે થયેલી ઝપાઝપીમાં પોલીસ અધિકારીની સર્વિસ રિવોલ્વર લઈને તેને જ ઘાયલ કરી દીધો હતો.
મંગળવારે રાતે લોનાવલા સ્થિત શિલાટણે-માવળ નજીક આવેલા પોલ્ટ્રી ફાર્મ પાસે ૭થી ૮ જણની ચોરટોળકી ટ્રકને લૂંટી રહી હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસ અધિકારી નીતિન ઠાકરે અને ટીમ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ઠાકરેએ સ્વબચાવ માટે સર્વિસ રિવોલ્વર કાઢીને ગોળી છોડવાનો પ્રયત્ન કર્યો હતો.
તે સમયે થયેલી ઝપાઝપીમાં ઠાકરેની રિવોલ્વર ખેંચીને ચોર ટોળકી ડુંગરની દિશા તરફ ભાગી હતી.