પુણે પાસે બાણેરના લેબર કેમ્પ વિસ્તારમાં ચાર વર્ષની બાળકીને કંઈક ખાવાનું અપાવવાની લાલચે ઘરમાં લઈ જઈને નરાધમે બળાત્કાર આચાર્યની ફરિયાદ બાળકીની માતાએ ચતુ: સ્રુંગી પોલીસસ્ટેશનમાં નોંધાવી હતી.
આ ઘટના અંગે નીતિન નામની વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી ગૃહિણીના પતિ ખરીદી માટે બહાર ગયા હતા અને ગ્રહિણી પોતે પણ થોડી વાર માટે ઘરની બહાર ગઈ હતી.
એ વખતે આરોપી ઘરમાં આવીને બાળકીને કંઈક ખવડાવવાની લાલચ આપીને પોતાને ઘરે લઈ ગયો હતો અને ત્યાં બાળકી પર બળાત્કાર કર્યો હતો.